જામનગર : કોરોનાના દર્દીઓને વહારે આવી કુંવરબાઈ જૈન ધર્મશાળા, દર્દી-પરિવારજનો માટે કરાઇ હોમ આઇસોલેશનની સુવિધા

New Update
જામનગર : કોરોનાના દર્દીઓને વહારે આવી કુંવરબાઈ જૈન ધર્મશાળા, દર્દી-પરિવારજનો માટે કરાઇ હોમ આઇસોલેશનની સુવિધા

જામનગરમાં જે કોઈપણ કોરોનાના દર્દીઓને ઘરે હોમ આઇસોલેટ થવાની સુવિધા ન હોય તેવા દર્દીઓ માટે શહેરની કુંવરબાઈ જૈન ધર્મશાળા દ્વારા હોમ આઇસોલેશનની સુવિધા ઊભી કરવામાં આવી છે, ત્યારે કુંવરબાઈ જૈન ધર્મશાળા ખાતે હાલ 30 જેટલા કોરોનાના દર્દીઓ આઇસોલેટ થઈ સંસ્થા દ્વારા અપાતો લાભ લઈ રહ્યા છે.

જામનગરની કુંવારબાઈ જૈન ધરમશાળા દ્વારા કોરોના દર્દીઓ અને પરિવારજનો માટે હોમ આઇસોલેશનની સુવિધા ઊભી કરવાં આવી છે. કુંવારબાઈ જૈન ધર્મશાળાના ટ્રસ્ટી દ્વારા કોરોના મહામારીમાં કોરોનાના જે કોઈ દર્દીઓને હોમ આઇશોલેશન માટે  ઘરે રહેવાની સગવડતા ન હોય તેવા દર્દીઓને નજીવા દરે અહી હોમ આઇસોલેશનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ઉપરાંત જામનગર મહાનગર પાલિકાના નીલકંઠ આરોગ્ય કેન્દ્રના તબીબો અને સ્ટાફ દ્વારા દરરોજ 2 ટાઈમ દર્દીઓનું ચેકઅપ પણ કરવામાં આવે છે. હાલ અહી 30 જેટલા દર્દીઓ આઇસોલેટ છે, જેઓને 3 ટાઈમ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહી એક વિંગ કોવિડ દર્દીઓના પરિવારજન માટે અને બીજી વિંગમાં 50 જેટલા કોરોના દર્દીઓનો સમાવેશ કરી શકાય તેવી સુંદર સુવિધા ઊભી કરવામાં આવી છે.

Latest Stories