જામનગર શહેરના બેડી ગેઇટ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આજે બુદ્ધ પૂર્ણિમા નિમિતે ભગવાનને ફૂલના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ભારે હર્ષોલ્લાસ સાથે ભક્તોએ દર્શન કરી બુદ્ધ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરી હતી.

જામનગર શહેરના બેડી ગેઇટ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આજે બુદ્ધ પૂર્ણિમા નિમિતે, ભગવાન સ્વામિનારાયણને ડોલરના ફૂલોના વિશેષ વાઘાનો શણગાર સજીને પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જેના દર્શનનો લ્હાવો લેવા માટે અનેક શ્રધ્ધાળુઓ ઉમટયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ તેમજ અન્ય સંતો મહંતો દ્વારા, ભગવાન સ્વામિનારાયણને વિવિધ ફૂલોના સાજ શણગાર કરવામાં આવ્યા હતા, અને ભગવાનની પ્રતિમા પર ગુલાબના ફૂલોના હાર પહેરાવ્યા હતા. જે શૃંગારના દર્શનનો અનેક શ્રધ્ધાળુઓએ લાભ લીધો હતો. સાથે જ ભારે હર્ષોલ્લાસભર્યા માહોલમાં ભક્તોએ દર્શન કરી બુદ્ધ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરી હતી.