ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં “ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ અંતર્ગત સિટીઝન પરસેપસન સર્વે” ચાલી રહ્યો છે. જેમાં દેશના 266 અને ગુજરાત રાજ્યના 9 શહેરો તેમાં સામેલ કરવામાં આવ્યા છે, આ બાબતના સર્વેની જવાબદારી જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને સોંપવામાં આવી છે, આ અંતર્ગત જામનગર શહેરમાં મહાનગરપાલિકા આ સર્વેક્ષણની કામગીરી કરી રહ્યું છે.
જામનગર સ્થિત રાષ્ટ્રની સૌપ્રથમ એક માત્ર આયુર્વેદ ક્ષેત્રની રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા “ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA)” ખાતે યોજાયેલા વિકલી સેમિનારમાં જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી એન્જિનિયર અશોક જોશી અને તેઓની ટીમ ITRA ખાતે હાજર રહ્યા હતા. પી. એમ.મહેતા ઓડિટોરિયમમાં ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ-2022 અંતર્ગત ચાલી રહેલા સીટીઝન પરસેપ્શન સર્વે અંગે સૌને જાગૃત કરવા માટે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ અંગે તમામ જાણકારી પ્રોજેક્ટર દ્વારા વિશાળ સ્ક્રીન પર રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ITRAના વડા ડાયરેક્ટર વૈદ્ય અનૂપ ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ITRAના ડેપ્યુટી ડાયરેક્ટર, તમામ ડીન, એચ.ઓ.ડી., ટીચરો, વહીવટી સ્ટાફ અને પી.જી. સ્કૉલરને સર્વે અંગે જાણકારી આપી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન વડે કઈ રીતે વિગતો ભરી? જામનગરને ” ઇઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ સર્વે”માં સૌથી ઉત્તમ પ્રદર્શન કરી શકાય તે અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જે.એમ.સી. દ્વારા આ ઓનલાઈન સર્વે માટેના ખાસ પ્રકારના પેમફલેટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા. ITRAના સ્ટાફ દ્વારા આ સર્વે માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ભાગ લેવામાં આવ્યો હતો.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170