/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/WhatsApp-Image-2018-12-12-at-18.35.19-1.jpeg)
દર વર્ષે 12 ડિસેમ્બરનાં રોડ વૃધ્ધો સાથે જન્મ દિવસની ઉજવણી કરતો રાઠોડ પરિવાર
જામનગરનાં વાત્સલ્ય વૃધ્ધાશ્રમ - વસઈનાં વૃધ્ધાશ્રમમાં રહેતા લોકોને ૧૨ ડીસેમ્બરના દિવસનો હંમેશાં ઇન્તઝાર રહે છે. નવેમ્બરથી વૃધ્ધો દિવસો ગણવા લાગે છે કે, ક્યારે ૧૨ ડીસેમ્બર આવે....,૧૨ ડીસેમ્બર વાત્સલ્ય વૃધ્ધાશ્રમના વૃધ્ધો ફરી એક વખત બાળક બની ગયા. અને પકડદાવ રમ્યા હતા. અંતાક્ષરી રમ્યા અને બાળકો સાથે બાળક બની એક દિવસ ખુશીનો પસાર કર્યો હતો.
નગરમાં ડ્રીમ ડેકોર શો રૂમનાં માલિક અને વાત્સલ્ય વૃદ્ધાશ્રમના સ્થાપક ટ્રસ્ટી ભાસ્કરભાઈ રાઠોડના પુત્ર આદિત્યનો 12 ડિસેમ્બરે જન્મદિવસ છે. સામાન્ય રીતે સુખી સંપન્ન પરિવારના લાડલા પુત્રની જેમ આદિત્યનો જન્મદિવસ પણ કોઈ મોંઘીદાટ હોટલમાં ઝાકઝમાળ સાથે ઉજવી શકાય પણ. પાશ્ચાત્ય સંસ્કૃતિને પાછળ છોડી સેવા હી પરમો ધર્મ સૂત્રને સાર્થક કરતા છેલ્લા ઘણા સમયથી આદિત્ય તેનો જન્મ દિવસ સાદાઈથી સેવાકાર્ય સાથે ઉજવે છે.
બારેમાસ નીરવ શાંતિથી પરિવારજનોની હૂંફ ઝંખતું વાત્સલ્ય વૃદ્ધાશ્રમ ની દીવાલો આજે રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા. વૃદ્ધાશ્રમમાં કલબલાટ અને બાળકોનો દેકારો ગુંજી ઉઠ્યો હતો. આદિત્ય અને તેના બાળ મિત્રો વૃદ્ધ સાથે ગમ્મત મસ્તી કરી વૃદ્ધશ્રમ મા એક એક પેઇન્ટિંગ બનાવી વૃદ્ધ લોકોને ભેટ કર્યો હતો. આદિત્ય રાઠોડના જન્મદિવસ પર કોઈ જ લોહીના સબંધ વગર લાગણીના સબંધોથી દાદા દાદી સમાજ વૃદ્ધોને પૌત્રની ઉંમરના બાળકો ચિત્રો ભેટ કરી જે તેઓ માટે અમૂલ્ય જન્મદિવસની ભેટ બની હતી.
ડ્રિમ ડેકોરના ભાસ્કર ભાઈ રાઠોડ અને તેમના પત્ની હેતલબેન દ્વારા આદિત્યના મિત્રો અને સ્નેહીઓને ભારત પૂર્વક આમન્ત્રણ આપી એક દિવસ વાત્સલ્ય વૃદ્ધાશ્રમમાં પસાર કરવાનો આગ્રહ કરવામાં આવે છે. અને વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને એક યાદગાર ભેટ ધરવામાં આવી હતી.