Jioનો વધુ એક ધડાકોઃ 199માં આપશે પોસ્ટ પેઇડ પ્લાન, ટેલિકોમ કંપનીઓને મોટો ફટકો

New Update
મોબાઈલ સેવાની કુલ કમાણીમાં રિલાયન્સ જિયો ટોચ પર પહોંચ્યું

રિલાયન્સ જિયો વધુને વધુ યુઝર ફ્રેન્ડલી બની રહ્યું છે. ત્યારે ટેલિકોમ કંપનીઓને આંચકો આપે તેવી વધુ એક જાહેરાત ગુરુવારે કરી હતી. જેમાં જીઓ દ્વારા એક નવી ઓફર લોન્ચ કરવામાં આવી છે. હવે જિયોએ પોસ્ટપેઈડ પ્લાનમાં પ્રવેશ કરવા માંગે છે. ત્યારે માત્ર રૂપિયા 199માં નવો પોસ્ટપેઇડ પ્લાન રજૂ કરતાં તેની અસર શેર માર્કેટમાં પણ વર્તાયી હતી. ખાસ કરીને દેશની મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ અને આઇડિયાના શેરો ગગડ્યા છે. આઇડિયાનો શેર 12 ટકા તૂટ્યો હતો જ્યારે ભારતી એરટેલનો શેર 7 ટકા નીચે આવ્યો હતો છે. આ બંને કંપનીનાં શેર ગગડવાથી કુલ રૂપિયા 15,700 કરોડનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

જિયોએ પોતાની પોસ્ટપેઇડ સર્વિસ માટે તમામ બેનિફિટ સાથેનો ગ્રાહકો માટે ઇન્ટરનેશનલ કોલિંગ અને રોમિંગનો ટેરિફ પ્લાન જાહેર કર્યો છે. આ ઓફરમાં ગ્રાહકોને માત્ર રૂ.199માં અનલિમિટેડ બેનિફિટ્સ મળે છે. માત્ર 199 રૂપિયામાં અનલિમિટેડ ઇન્ડિયા પ્લાન, ઇન્ટરનેશનલ કોલિંગ 50 પૈસા પ્રતિ મિનિટ અને ઇન્ટરનેશનલ રોમિંગ 2 રૂપિયાથી શરૂ થશે. ઇન્ટરનેશનલ રોમિંગમાં કોઇ સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની રહેતી નથી. તેમાં માસિક 25 જીબી ડેટા મળી રહેશે.

જિયો દ્વારા જાહેર કરાયેલા આ પોસ્ટ પેઇડ પ્લાનના કારણે શુક્રવારે ભારતી એરટેલસનો શેર આગલા દિવસના બંધ ભાવ રૂ.412.25થી 7.5 ટકા તૂટીને રૂ.381.20 સુધી નીચે ગયો હતો. જેના કારણે ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂ.12,431 કરોડ ધોવાયું હતું. જ્યારે આઇડિયા સેલ્યુલરનો શેર આગલા દિવસના બંધ ભાવ રૂ.58.35થી 12 ટકા તૂટીને નીચે રૂ.50.85ને અડ્યો હતો. જેના કારણે આઇડિયાનું માર્કેટ કેપ પણ રૂ.3,270 કરોડ ધોવાઇ ગયું હતું. આમ ભારતી અને આઇડિયાના શેરોમાં કુલ મળીને રૂ.15,701 કરોડની માર્કેટ મૂડી ધોવાઇ ગઇ હતી.