જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર જિલ્લાના ક્રિસ્બલ પાલપોરા સંગમ વિસ્તારમાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ખીણમાં ટાર્ગેટ કિલિંગની ત્રણ ઘટનાઓ માટે જવાબદાર લશ્કરના આતંકવાદી આદિલ પારેને ઠાર કર્યો છે.

આ આતંકવાદીએ જમ્મુ અને કાશ્મીર પોલીસના બે કર્મચારીઓ હસન ડાર અને અંચાર સૌરા વિસ્તારમાં સૈફુલ્લાહ કાદરી પર હુમલો કરીને ઘાયલ કર્યા હતા. આ ઉપરાંત 9 વર્ષની બાળકીને ઇજા પહોંચાડવાની ઘટનામાં પણ તેની સંડોવણી હતી. આજે તે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આઈજીપી વિજય કુમારે મીડિયાને જણાવ્યું કે લશ્કરના આતંકવાદી આદિલ પારેને આજે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં માર્યો હતો. તેના પર બે પોલીસ કર્મચારીઓ અને 9 વર્ષની સગીર છોકરી પર હુમલો કરવાનો આરોપ હતો.