જુનાગઢ શહેર તથા જીલ્લામાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આતંકી આંખલાઓ અનેક લોકોના મોત નિપજાવી રહ્યા છે, ત્યારે જુનાગઢના વંથલી હાઇવે પર મઢડાથી દર્શન કરીને પરત ફરતા 19 વર્ષીય યુવાનને આખલાએ અડફેટે લીધો હતો. હિરેન પરમાર નામના યુવાનના વાહન સાથે આખલો અથડાતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
આતંકી આખલાના લીધે લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે. ત્યારે જુનાગઢના પરમાર પરિવારે એકનો એક પુત્ર ગુમાવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ પુત્રના પિતા પણ થોડા વર્ષો પહેલા જ અવસાન પામ્યા હતા. માતા સાથે રહેતો એકના એક યુવાન પુત્રનું આખલાની અડફેટે મોત નિપજતા પરિવારમાં ગરમીની છવાય છે, ત્યારે અન્ય પરિવારો પોતાના સ્વજનો ન ગુમાવે તે પહેલા રોડ-રસ્તા પર રખડતાં ઢોરથી શહેર તેમજ હાઇ-વે મુક્ત થાય તેવી માંગ ઉઠવા પામી છે.
