જૂનાગઢ : બરવાળા નજીક પથ્થરની ખાણમાં કરાયો બ્લાસ્ટ, 21 લોકોને થઈ ઝેરી ગેસની અસર

New Update
જૂનાગઢ : બરવાળા નજીક પથ્થરની ખાણમાં કરાયો બ્લાસ્ટ, 21 લોકોને થઈ ઝેરી ગેસની અસર

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બરવાળા ગામ નજીક આવેલી એક પથ્થરની

ખાણમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ તેમાંથી ઉડેલા ઝેરી ગેસની અસરથી બાજુના ગામના 21 લોકોને અસર થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જૂનાગઢના પાસે આવેલ ગાત્રાળ

સ્ટોન ક્રસર નામના ભરડીયામાં વારંવાર બ્લાસ્ટ કરીને પત્થર તોડવાનું કામ કરવામાં આવે છે. ગત રોજ સાંજે અચાનક મોટો બ્લાસ્ટ કરવામાં આવ્યો

હતો, જેની અસર 500 મીટર દુર આવેલા ગામમાં રહેતા લોકોના ઘરોમાં જોવા મળી હતી.

બ્લાસ્ટના કારણે વાતાવરણમાં ઉડેલા ઝેરી ગેસની અસર ગ્રામજનોને થઈ હતી. ગામમાં રહેતા લગભગ 21 લોકોને ગેસની અસર તેઓની તબિયત લથડી હતી.

બનાવની જાણ 108 ઈમરજન્સી

સેવાને કરવામાં આવતા 4 જેટલી એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગ્રામજનોનું કહેવું છે કે, પથ્થરની ખાણમાં થતાં બ્લાસ્ટ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં

મોટા મોટા બ્લાસ્ટ કરવામાં

આવે છે. તંત્ર દ્વારા આ અંગે કોઈ યોગ્ય નિરાકરણ

લાવવામાં આવે હાલ તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

Latest Stories