/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/05153409/maxresdefault-65.jpg)
જુનાગઢ જિલ્લાના કેશોદ નગરના વોર્ડ નં. 7ની વિવિધ સોસાયટીઓમાં રોડ અને રસ્તા મુદ્દે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આંખે પાટા બાંધી સૂતેલા મનપાના તંત્રને જગાડવા માટે મહિલાઓએ થાળીઓ વગાડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
જુનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકા હદ્દ વિસ્તારના વોર્ડ નં. 7માં આવેલ વિવિધ સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી રસ્તા ન બન્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં સ્થાનિક મહિલાઓએ માર્ગ ઉપર ઉતરી ભારે હોબાળો મચાવ્યો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી.
કેશોદ નગરપાલિકાના વોર્ડ નં. 7માં આવેલ શિવમ પાર્ક અને રાધાકૃષ્ણ સોસાયટીની સ્થાનિક મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, એનેક વખત પાલીકા કચેરી ખાતે સોસાયટીના રસ્તા બાબતે સોસાયટીવાસીઓએ રજૂઆત કરી છે. પરંતુ આજદિન સુધી તેનું કોઈ નિરાકરણ નહીં આવતા મહિલમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. તો સાથે જ આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા રોડ બનાવાતાં વ્હાલા દવલાની નીતી રખાતી હોવાનો પણ મહિલાઓએ આક્ષેપ કર્યો હતો.