જુનાગઢ: મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુને અપાય સમાધિ,કોરોનાથી થયું હતું નિધન

જુનાગઢ: મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુને અપાય સમાધિ,કોરોનાથી થયું હતું નિધન
New Update

મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ કોરોનાથી સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર બાદ તેનું અકાળે અવસાન થયું છે અને જૂનાગઢના ભારતી આશ્રમ ખાતે બાપુની સમાધિ આપવામાં આવી છે.

૯૩ વર્ષની વયે પૂ.ભારતીબાપુ નું અવસાન થયું છે પાંચ દિવસની સારવાર બાદ પૂ. ભારતી બાપુએ ગત મોડીરાત્રીના અંતિમ શ્વાસ લીધો હતો તેના નશ્વર દેહને પીપીઈ કીટ પહેરાવી જુનાગઢ ભારતી આશ્રમ ખાતે લાવવામાં આવ્યો હતો અને થોડી વાર દર્શનાર્થે રાખ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ પણ પૂર્ણ કરી તુરંત જ સમાધિ આપી દેવામાં આવી છે. પીપીઈ કીટ સાથે જ સમાધી આપવામાં આવી છે ભારતી બાપુએ પોતાને કઈ જગ્યાએ સમાધિ આપવી તે જગ્યા પણ અગાઉથી જ નક્કી કરી લીધેલ હતી ભારતી આશ્રમમાં ગુરુ ગાદી તરીકે ઓળખાતા હોલમાં તેમના ગુરુની સમાધિની નજીક તેઓને સાધુ સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ પૂર્ણ થયા બાદ તુરંત જ સમાધિ આપવામાં આવી છે ભારતી બાપુના અંતિમ દર્શન માટે સાધુ સંતો અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

#Mahamandleshwar Vishwambhar Bharti Bapu #Junagadh Bharti Bapu #Junagadh News #Junagadh #Senior Saint Mahamandleshwar Bharti Bapu #junagadh collector #Junagadh Police
Here are a few more articles:
Read the Next Article