/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/21163903/maxresdefault-273.jpg)
જુનાગઢ જિલ્લાની માણાવદર નગરપાલિકા દ્વારા વેરાની વસૂલાતમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આ વેરા વધારાને લઇ NCPના હોદ્દેદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં NCPના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલની આગેવાની હેઠળ ભાજપની ઠાઠડી કાઢી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
જુનાગઢ જિલ્લાના માણાવદર ખાતે NCP મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્મા પટેલ સહિતના હોદ્દેદારો દ્વારા ભરબજારમાં ભાજપની ઠાઠડી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં “ભાજપ… તારા વળતા પાણી, અને ભાજપ હાય હાયના નારા લગાડી આકરો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કોરોના જેવી મહામારીમાં લોકોની આર્થિક રીતે કમર તૂટી છે, ત્યારે જનતાનું હિત વિચાર્યા વગર ભાજપ શાસિત માણાવદર નગરપાલિકાએ દરેક કરવેરામાં ખૂબ જ મોટો વધારો કર્યો છે. જેના વિરોધમાં NCP દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
જેમાં ભાજપના મંત્રી જવાહર ચાવડા માત્ર તમાશો જોઇ રહ્યા છે, તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. માણાવદરથી લઇ દરેક ગામડાઓ પાણી, રોડ-રસ્તા, લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ હજુ વંચિત છે. ખેડૂતોની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે, ત્યારે ભાજપની ગુંડાશાહી સામે દબંગથી અવાજ ઉઠાવતા NCPના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિતના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે જાહેરમાં ભાજપની ઠાઠડી કાઢી વિરોધ કરતા સમયે રેશ્મા પટેલ સહિતના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
/connect-gujarat/media/media_files/2025/07/08/new-thumblain-copy-copy-2025-07-08-21-20-48.jpg)