New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/10160603/maxresdefault-121.jpg)
જૂનાગઢ પોલીસે આંતરરાજ્ય ગેંગના 2 તસ્કરોને ઝડપી લીધા છે. આ તસ્કરો રાજ્યના અમરેલી જૂનાગઢ રાજકોટ સહિતના જિલ્લાઓમાં બેંક ની બહાર ઊઠાંતરી કરવાનાના ગુનામાં સંડોવાયેલા છે આ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ગુનાઓ કરી હોવાની કબુલાત કરી છે.
જૂનાગઢ પોલીસે આંતરરાજ્ય ગેંગના 2 તસ્કરોને ઝડપી લીધા છે. ઝડપાયેલા બંને ઉઠાવગીરો મધ્યપ્રદેશના છે તેની પાસે થી ત્રણ લાખની રોકડ સહિતનો ઉઠાંતરી કરેલો ક મુદ્દામાલ પણ પોલીસે કબજે લેવાયો છે. અને બંને તસ્કરોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે જે જગ્યાએ ઉઠાંતરી કરે તે પહેલાં તે જગ્યાએ રેકી કરવામાં આવતી અને બાદમાં લોકોને નજર ચૂકવી ગમે તેમ કરી નાણાની ઉઠાંતરી કરતા હતાં. ઝડપાયેલ બંને તસ્કરો પાસેથી એક ફોરવીલ કાર પણ મળી આવી છે. બંને ઉઠાવગીરો એ 14 ગુનામાં સંડોવાયેલા હોવાની કબુલાત કરી છે.
Latest Stories