કડોદરા ચારરસ્તા નજીક થી મળેલ ૭ વર્ષીય બાળકનું પરિવાર સાથે પુન: મિલન કરાવતી પોલીસ

New Update
કડોદરા ચારરસ્તા નજીક થી મળેલ ૭ વર્ષીય બાળકનું પરિવાર સાથે પુન: મિલન કરાવતી પોલીસ

પલસાણા તાલુકાના કડોદરા ચારરસ્તા નજીક થી એક ૭ વર્ષીય બાળક મળી આવ્યો હતો.આ

બાળક પરિવાર થી વિખૂટો પડી ગયો હોય હતો. કડોદરા પોલીસે તેના વાલી વારસની શોધખોળ

કરી બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતુ

કડોદરા ચારરસ્તા નજીક વિખૂટું પડેલું એક બાળક રાજનભાઈ નામના વ્યક્તિ ને નજરે

પડતા તેઓએ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.જાણ મળતા જ કડોદરા

પોલીસ સ્ટાફના માણસો બાળક જે જગ્યા છે ત્યાં ગયેલા અને બાળકને પોલીસ સ્ટેશન લાવી તેની

પૂછપરછ કરતા તેને પિતાનું નામ અવધેશ શર્મા જણાવ્યું હતું.તે સીવાય કોઈ અન્ય હકીકત

જણાવતો ન હોવાથી કડોદરા પોલીસે તેનો ફોટોગ્રાફ લઈ તેના વાલી વારસનો શોધવાનો પ્રયાસ

હાથ ધરી દીધો હતો.

શોધખોળ દરમિયાન જોળવા ગામે આવેલ

બાળક્રિશા સોસાયટીમાં તપાસ કરતા એક બાળક ગુમ થયો હોવાનું જાણવા મળ્યું હતું.જેથી

પોલીસ કર્મીઓ જાણકારી મળેલ જગ્યા જઈ બાળકનો ફોટો બતાવતા તેના વાલી વારસ મળી આવ્યા

હતા.બાદમાં કડોદરા પોલીસે ચોક્કસ ઓળખ કરી તેના પિતા ને સોંપી દીધો હતો.

Latest Stories