વડોદરાના કરજણ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હલદરવા ગામના પાટિયા નજીક માર્ગ અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજયું હતું. બનાવ અંગેની મળી વિગતો અનુસાર હાઇવે પર હલદરવા ગામના પાટિયા પાસે આજરોજ આગળ ચાલતા ટેમ્પોને ટ્રકના ચાલકે ટકકાર મારી હતી જેના પગલે ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો માર્ગની નીચે ઉતરી ગયો હતો જેની અડફેટે માર્ગની બાજુમાં ઉભેલા યુવાનનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતું. હલદરવા ગામનો યુવાન સુનિલ વસાવા નોકરીએ જવા હાઇવે પર વાહનની રાહ જોઈ ઊભો હતો એ દરમ્યાન તેને કાળ ભરખી ગયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
કરજણ: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં રાહદારી યુવાનનું મોત
વડોદરાના કરજણ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હલદરવા ગામના પાટિયા નજીક માર્ગ અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજયું હતું.
