GIDC વિસ્તાર સ્થિત સંસ્કારદીપ વિદ્યાલય ખાતે આયોજન

બે દિવસીય 6ઠ્ઠા ભારતીય સાયન્સ ટેક્નો ફેસ્ટિવલનો પ્રારંભ

રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

17થી વધુ રાજ્યોમાંથી બાળકો-શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો

દેશમાં યુનિટી અને ઇન્ટિગ્રિટીનું મોટું ઉદાહરણ : ઈશ્વર પટેલ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત સંસ્કારદીપ વિદ્યાલય ખાતે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં 6ઠ્ઠા ભારતીય સાયન્સ ટેક્નો ફેસ્ટિવલ-2026’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત સંસ્કારદીપ વિદ્યાલય ખાતે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વર પટેલના હસ્તે 6ઠ્ઠા ભારતીય સાયન્સ ટેક્નો ફેસ્ટિવલ-2026’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરના બે દિવસીય આયોજનમાં સમગ્ર ભારતવર્ષના 17થી વધુ રાજ્યોમાંથી અંદાજે 260 કરતા વધુ બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે.

આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન તમામ પ્રતિભાગીઓ એકબીજાને મળશે, જે દેશમાં યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટીનું મોટું ઉદાહરણ પૂરું પાડશે. આ સ્પર્ધાઓમાં બાળકો વિજ્ઞાનના નવા-નવા પ્રયોગો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ શીખશે. સાથે જ ગુજરાત અને અંકલેશ્વરની સાંસ્કૃતિક મહેક સમગ્ર દેશમાં ફેલાય અને બાળકો પોતાના રાજ્યમાં જઈને આ યાદો વાગોળે તેવો ઉદ્દેશ્ય રહ્યો છે.

આ પ્રસંગે વરિષ્ઠ વૈજ્ઞાનિક જે.જે.રાવલ, બી.એન.રાવ, ડો. એ.કે.ભૌમિક, પરેશ સરવૈયા, એકતા શાહ, વ્રજેશ પરિખ, ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ઉદ્યોગ અગ્રણી એન.કે.નાવડીયા સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.