/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-90.jpg)
કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવામાં આવી છે. સરકારના એતિહાસિક નિર્ણયની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં 370 કિલોની 21 ફૂટ લાંબી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી
કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુકાશમીરની 370 કલમ નાબૂદ કરીને ભારતને ખરા અર્થમાં અખંડ ભારત બનાવ્યું છે. 370 કલમ નાબૂદ કરવામાં આવી હોવાથી સમગ્ર ભારતમાં ખુશીની લહેર પથરાઈ ગઈ છે. જેને લઈને દેશમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને વધાવીને શહેરની જાણીતી બેકરી બ્રેડલાઈનર દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્રેડલાઈનર બેકરી દ્વારા 370 કિલો અને 21 ફૂટ લાંબી કેક બનાવીને કટ કરવામાં આવી હતી. કેક સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોના હાથે કટ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના નિર્ણય માટે બ્રેડલાઈનરના ડિરેક્ટરો ચંદ્રેશ પટેલ, તુષાર પટેલ અને નિતિન પટેલ દ્વારા કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.