તારીખ 31 ઓક્ટોબરને સરદાર પટેલ જયંતી નિમિત્તે સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાશે. તે પહેલા 30 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાત માટે આવશે આ દરમિયાન અમદાવાદથી કેવડીયા સી પ્લેનનો ઉદ્ઘાટન કરી શુભારંભ કરાવશે. પોતે પણ અમદાવાદથી કેવડીયા સુધી સી પ્લેનનો સફર કરી શકે છે.
ગુજરાતમાં પ્રથમ સી પ્લેન સેવા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર 3 ખાતે શરૂ થનાર છે. આ સેવાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 30 ઓક્ટોબરના રોજ થઈ શકે છે. પીએમ મોદી રાષ્ટ્રીય એકતા દિવસના એક દિવસ પહેલા ગુજરાતની મુલાકાત માટે આવી રહ્યા છે. ત્યારે સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન કરવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. સી પ્લેન જે સ્થળે લેન્ડ થશે ત્યાં નર્મદા ડેમના તળાવ નંબર 3 પાસે જેટી અને વોટર એરોડ્રોમની તૈયારીઓ પૂર્ણતાના આડે છે. ફ્લોટિંગ જેટીને તળાવમાં ઉતારી દેવામાં આવી છે. સી પ્લેનમાં આવનાર ગેસ્ટના ચઢવા ઉતારવા માટે એક ટર્મિનલ બની ગયું છે. એક બે દિવસમાં સી પ્લેન આવ્યા બાદ તેની ટેસ્ટ રાઈડ થશે.
કેવડિયા વિસ્તારને કોરોના ફ્રિ ઝોન બનાવવા સેનેટાઈઝ સહિતની પ્રક્રિયા હાથ ધરાઇ છે. આ વિસ્તરમાં પ્રવેશનારને ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવવો પડશે. પ્રવેશ માટે આઈકાર્ડ સાથે કોરોના નેગેટિવનું પ્રમાણ પણ બતાવવું જરૂરી બની રહેશે. જેને લઈને કર્મચારીઓની મુશ્કેલીઓ વધી છે. જોકે આ કામગીરીને લઈને નર્મદા જિલ્લા આરોગ્ય 46 જેટલી ટીમો કામે લગાડી દીધી છે.અને અત્યાર સુધીમાં રોજના 3000 હજાર કોરોના ટેસ્ટ કરી દરેકને પીળા કલરનો એક કાર્ડ ઇસ્યુ કરવામાં આવી રહ્યો છે. જે માત્ર 48 કલાકની વેલિડિટીનો હોઈ છે. 48 કલાક ઉપર થઈ જાય ફરી કોરોના ટેસ્ટ કરાવવો પડે છે ત્યારે મોદીના કાર્યક્રમમાં કોવીડ -19 નો ટેસ્ટ કરાવીને નેગેટિવ આવે તેઓને ફરજ સોંપવાની પી.એમ.ઓ અને સી.એમ.ઓ માંથી સૂચના હોય 18000 લોકોના ટેસ્ટ કરવામાં આવનાર છે.