અંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2024 દરમ્યાન નવલા નોરતામાં જાણીતા ગીતકાર પ્રિયાંશ શાહ વિશેષ ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. ગુજરાત, સમાચાર
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2024 દરમ્યાન નવલા નોરતામાં જાણીતા ગીતકાર પ્રિયાંશ શાહ વિશેષ ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ખૂબ થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના સભ્યો દ્વારા ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચોથા નોરતે ગુજરાતના જાણીતા ગીતકાર, મ્યુઝીક કમ્પોઝર અને પ્રોડ્યુસર પ્રિયાંશ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રિયાંશ શાહે પોતાના સુમધુર કંઠે ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો
છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નવરાત્રીના પ્રથમ નોરતાથી અહીં ખેલૈયાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી દરમ્યાન શ્રેષ્ઠ ખેલૈયાઓને રોજેરોજ ભેટ આપી સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરમાં ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવની કનેક્ટ ગુજરાત ટીવી ચેનલની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સાથે વિશેષ વાતચીત કરવામાં આવી હતી.
