ખેડા : નડીઆદની હોસ્પિટલોમાં આગ સંદર્ભે યોજાઇ મોકડ્રીલ, એક સમયે લોકોમાં કુતુહલ

ખેડા : નડીઆદની હોસ્પિટલોમાં આગ સંદર્ભે યોજાઇ મોકડ્રીલ, એક સમયે લોકોમાં કુતુહલ
New Update

રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ખેડા જિલ્લાના નડીઆદ શહેરની સિવિલ હોસ્પિટલ અને એનડી દેસાઇ હોસ્પિટલમાં તંત્ર દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમ્યાન આગ જેવી કટોકટીનો પૂર્વભ્યાસ કરાતા એક સમયે હોસ્પીટલમાં હાજર લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં દરેક મહિનાના પ્રથમ સપ્તાહ દરમ્યાન દરેક હોસ્પિટલોમાં મોકડ્રીલ કરવાની સૂચના આપવામાં આવી છે. જે સંદર્ભે ખેડા જિલ્લાના નડીઆદ શહેરની સિવિલ હોસ્પિટલ અને એનડી દેસાઇ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મોકડ્રીલ દરમ્યાન સિવિલ હોસ્પિટલના સ્ટાફે આગની જાણ થતાં જ સ્વબચાવ ઉપરાંત દર્દીઓને પણ બચાવ્યા હતા. આ સમગ્ર કવાયત બાદ બન્ને હોસ્પિટલના સ્ટાફને બચાવ કામગીરી તથા આગને કાબુમાં કેવી રીતે લાવી શકાય તે સહિતની બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જોકે નડીઆદ સિવિલ હોસ્પિટલમાં યોજાયેલ મોકડ્રીલ દરમ્યાન આગ જેવી કટોકટીનો પૂર્વભ્યાસ કરાતા એક સમયે હોસ્પીટલમાં હાજર અન્ય લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

#Gujarat #Civil Hospital #Kheda #Nadiad #mock drill #Fire Break
Here are a few more articles:
Read the Next Article