ખેડા તાલુકાના હરિયાળા ગામે ડૉ. ધર્માંગ મંડોળા દ્વારા ખેડા તાલુકાના તમામ ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 104 દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી હતી.

ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટના વિતરણ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડી.ટી.ઓ., જીલ્લાના વહીવટી અધિકારી, ખેડા તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર અને આ સિવાય જિલ્લા અને તાલુકાના અન્ય સ્ટાફ સહિત ટીબી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.