/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/03/25130234/23_03_2020-covid_19.jpg)
ગુજરાત રાજ્યમાં આજે કોવિડ-19ના 1175 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 દર્દીઑના મોત થયા છે. રાજ્યમાં આજે 1347 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,27,683 પર પહોંચી છે. સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4171 થયો છે. રાજ્યમાં હાલ 13298 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,10,214 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 65 દર્દી વેન્ટીલેટર પર છે અને 13233 લોકો સ્ટેબલ છે. ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે કોરોનાના 1175 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 239, સુરત કોર્પોરેશનમાં 148, વડોદરા કોર્પોરેશનમાં 112, રાજકોટ કોર્પોરેશનમાં 99, મહેસાણા-51, વડોદરા- 40, ગાંધનીગર- 35, રાજકોટ-30, અમરેલી-29, જામનગર કોર્પોરેશન 28, કચ્છ 28, પાટણ 25, સુરત 24, સાબરકાંઠા 22, આણંદ 21, બનાસકાંઠા20 અને દાહોદમાં 20 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે 11 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8 અને સુરત કોર્પોરેશનમાં 3 મોત થયા છે.
રાજ્યમાં આજે કુલ 1347 દર્દી સાજા થયા હતા અને 55,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 86,69,576 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.33 ટકા છે.