કૃષિ આંદોલન : પીએમ મોદી આજે ખેડૂતો સાથે કરશે સંવાદ, મધ્ય પ્રદેશમાં ખેડૂતસંમેલનને સંબોધન કરશે

વિવિધ રાજ્યોના CM સાથે બેઠક બાદ PM મોદીનું નિવેદન : વેક્સિન ક્યારે આવશે તે વૈજ્ઞાનિકોના હાથમાં
New Update

કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ખેડૂતો સાથે સંવાદ કરશે. મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ચલાવામાં આવી રહેલા ખેડૂતસંમેલનને પીએમ મોદી સંબોધન કરશે. જેમાં 23હજાર પંચાયતના ખેડૂતો સામેલ થશે. કૃષિ કાયદાને લઇને પીએમ મોદી અહીં પોતાની વાત રાખશે. આ અગાઉ હાલમાં જ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહતોમરે ખેડૂતોને પત્ર લખી આશ્વાસન આપ્યું હતું.

કૃષિકાયદા પર ખેડૂતોના વિરોધ વચ્ચે સરકાર તરફથી ખેડૂતો સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશના ખેડૂતોને સંબોધન કરશે. શિવરાજ સરકાર દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના હેઠળ પીએમ મોદી અંદાજે 23 હજાર પંચાયતને ખેડૂતનો સંબોધન કરશે. 

દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશના ખેડૂતોને સંબોધન કરશે. રાજ્યની 23 હજાર ગ્રામ પંચાયતોમાં પ્રસારણ કરવામાં આવશે. રાજ્યના અંદાજે 35 લાખ ખેડૂતોના ખાતામાં 1600 કરોડ રુપિયા જમા કરાશે. મધ્યપ્રદેશના ખેડૂતોને 2020માં ખરીફ પાકને થયેલા નુકસાનનું વળતર પણચૂકવાશે. આ સાથે 2 હજાર પશુ અને મતસ્ય પાલક ખેડૂતોને કિસાનક્રેડિટ કાર્ડનું વિતરણ કરશે. 

#Connect Gujarat #MP #pmmodi #Farmer News #farmer reaction
Here are a few more articles:
Read the Next Article