કચ્છ જિલ્લાના ભુજ શહેર સ્થિત નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી આપી તેઓના સેવા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.
વર્ષ 1944માં મુંબઈ ખાતે બ્રિટિશ જહાજમાં આગ લાગતા મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ દેશહિતમાં પોતાનું બલિદાન આપ્યું હતું. કુદરતી આફતોમાં ફાયરના જવાનો પોતાના જીવની પરવાહ કર્યા વગર ફરજ બજાવે છે, ત્યારે ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી-અનામી જવાનોની શહાદતને માન આપવા માટે દર વર્ષે તા. 14મી એપ્રિલના રોજ અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભુજ નગરપાલિકા ફાયર વિભાગ ખાતે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અગ્નિશમન સેવા દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે ફાયરના જવાનો દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી આપી તેઓના સેવા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. તો સાથે જ કોરોના મહામારીના કારણે હાજર તમામ કર્મચારીઓએ કોવિડની ગાઈડલાઇનનું પાલન પણ કર્યું હતું.