Connect Gujarat
Featured

કરછ: પરપ્રાંતિય શ્રમિકોને પણ અપાશે કોરોના સામે કવચ, જુઓ આરોગ્ય વિભાગ શું કરશે કામગીરી

કરછ: પરપ્રાંતિય શ્રમિકોને પણ અપાશે કોરોના સામે કવચ, જુઓ આરોગ્ય વિભાગ શું કરશે કામગીરી
X

કચ્છમાં પરપ્રાંતીય શ્રમજીવીઓને પણ કોરોના વેકસીન આપવામાં આવશે જે માટેનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઘડવામાં આવ્યું છે.

રાજ્યના સૌથી વિશાળ જિલ્લા કચ્છમાં મોટી સંખ્યામાં ઉધોગો આવેલા છે તેમજ બે પોર્ટ પણ છે જ્યાં ગુજરાત બહારથી લોકો મજૂરી કામ માટે આવે છે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે હવે કચ્છમાં પરપ્રાંતીય વ્યક્તિઓનું વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક કુમાર માઢકે જણાવ્યું હતું કે,અત્યારસુધી અબડાસામાં સાંધી કંપની, લખપતમાં પાંધ્રો જીએમડીસી તેમજ કંડલા પોર્ટ અને ગાંધીધામના ઉધોગગૃહોમાં પરપ્રાંતિયોને રસી અપાઈ છે હવે અંજારમાં વેલ્સપન તેમજ ભુજ તાલુકાની કંપનીઓમાં પરપ્રાંતિયોને રસી અપાશે તબક્કાવાર સમગ્ર જિલ્લામાં જીઆઇડીસી અને ઉધોગોમાં કામ કરતા મજૂરોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story