/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/15170826/maxresdefault-191.jpg)
સુર્યના કિરણોની મદદથી 30 હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતાં સોલાર પાર્ક અને વોટર ડીસેલીનેશન પ્લાન્ટ સહિત 3 પ્રોજેકટનું મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભુમિપુજન કરવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લાના સફેદ રણ ધોરડો ખાતે આયોજિત કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ,ખાવડાના રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હુત અને અંજારમાં સરહદ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો, આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મંત્રીઓ તથા કચ્છનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ધોરડો ખાતે વડાપ્રધાને કચ્છના પ્રગતીશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કર્યો હતો.
ભૂકંપગ્રસ્તની યાદમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અધિકારીઓ સાથે પીએમ મોદીએ સમીક્ષા કરી હતી,કચ્છના હસ્તકલા કારીગરોને મળી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરી કચ્છને વિકાસકામોની ભેટ અપાઈ છે,આ ઉપરાંત દરિયાના પાણીને મીઠું બનાવવાના કચ્છના ગુંદિયાળી અને સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરાયુ હતુ.
કચ્છ સરહદે મોટા રણમાં અદાણી ગૃપ દ્વારા સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા કરનાર ૩૦ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતાં હાઇબ્રીડ એનર્જી પાર્કનું ભૂમિપૂજનથી કચ્છમાં વિકાસના નવા દ્વાર ખુલયા છે, સાથે સાથે સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે વડાપ્રધાને કચ્છવાસીઓના વખાણ કર્યા હતાં અને જણાવ્યું હતું કે, ભુકંપ બાદ કચ્છ ફરીથી બેઠું થયું છે અને લોકોને આત્મનિર્ભર કેવી રીતે રહેવું તે શીખવ્યું છે.