• 14મી એપ્રિલ એટ્લે બાબાસાહેબ આંબેડકર જયંતિ

  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • રેલવે સ્ટેશન સ્થિત પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા

  • વિવિધ સંગઠનો દ્વારા યોજાયો કાર્યક્રમ

આજે ભારતના બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિતે તેઓની અંકલેશ્વર સ્ટેશન સ્થિત પ્રતિમાને વિવિધ સંગઠનના આગેવાનો 
 દ્વારા ફૂલહાર અર્પણ  કરવામાં આવ્યા હતા.
આંબેડકર જયંતિને દેશમાં સમાનતા દિવસ અને જ્ઞાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજ રોજ ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિતે વિવિધ સંગઠનો દ્વારા અંક્લેશ્વર રેલ્વેસ્ટેશન પર આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.