-
પાંચવાડ ગામે દીપડાનો હુમલો
-
ખેડૂત સહિત ત્રણ લોકો પર હુમલો
-
ખેતરમાં છુપાયેલા દીપડાએ કર્યો હુમલો
-
ત્રણ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ
-
ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. વહેલી સવારે ખેડૂત રાકેશ સેવાભાઈ પરમાર પોતાના ખેતરમાં ગવારસિંગ તોડવા ગયા હતા. તે સમયે ખેતરમાં છુપાયેલા દીપડાએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો.
આ હુમલામાં રાકેશભાઈને મોઢા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા બચાવવા દોડી ગયેલા પંકજભાઈ ધુળાભાઈ માવી પર પણ દીપડાએ હુમલો કર્યો હતો. તેમને માથાના ભાગે ઈજા થઈ હતી અને હાથમાં દીપડાએ બચકું ભર્યું હતું.
આ ઉપરાંત મનોજભાઈને પણ દીપડાએ હાથના ભાગે પંજો મારતા ઈજા પહોંચી હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક સારવાર બાદ વધુ ઈજા હોવાથી રાકેશભાઈ અને પંકજભાઈને દાહોદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. દીપડાના હુમલાને પગલે ગામમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. દીપડાને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ ગ્રામજનોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
