Connect Gujarat
Featured

દિલ્હી મેટ્રો માટે ઉપરાજ્યપાલે કેજરીવાલનો પ્રસ્તાવ સ્વીકાર્યો, હવે મેટ્રો 7 સપ્ટેમ્બરથી ચાલશે

દિલ્હી મેટ્રો માટે ઉપરાજ્યપાલે કેજરીવાલનો પ્રસ્તાવ સ્વીકાર્યો, હવે મેટ્રો 7 સપ્ટેમ્બરથી ચાલશે
X

દિલ્હી મેટ્રોને ફરી શરૂ કરવા દિલ્લી સરકાર કવાયદ કરી રહી છે. આગામી સાત સપ્ટેમ્બરથી રાબેતા મુજબ શરૂ થાય તે માટે મુખ્યમંત્રી કેજરીવાલે ઉપરાજયપાલ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો જેને સ્વીકારી લેતા નિયમોના પાલન સાથે 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે.

કોરોના સંકટની વચ્ચે હવે મેટ્રો 7 સપ્ટેમ્બરથી દિલ્હીમાં દોડતી થશે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે કેજરીવાલ સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી છે.

મેટ્રોની માર્ગદર્શિકા આજે જાહેર કરવામાં આવશે

મેટ્રોની માર્ગદર્શિકા આજે સાંજે રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય શહેરી પ્રધાન હરદીપ પુરી મેટ્રો સેવાઓ શરૂ કરવા માટેની માર્ગદર્શિકા બહાર પાડશે. હાલમાં, મેટ્રો સ્ટેશનના એન્ટ્રી પોઇન્ટ્સ મર્યાદિત રહેશે. અધિકારીઓએ કહ્યું કે, જ્યારે મેટ્રો ટ્રેનો સંચાલન શરૂ કરશે ત્યારે માસ્ક પહેરવાના નિયમો અને સામાજિક અંતરનું સખ્તપણે પાલન કરવામાં આવશે.

તેમણે કહ્યું કે મેટ્રો મુસાફરોને એન્ટી કોવિડ -19 પગલાં અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે. જે માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરશે તેમને દંડ કરવામાં આવશે. દેશમાં 17 મેટ્રો કોર્પોરેશનો છે. મંત્રાલય દ્વારા વિગતવાર એસઓપી જારી કર્યા પછી, તેઓ સ્થાનિક આવશ્યકતાઓ અનુસાર તેમની વિગતો પ્રકાશિત કરી શકે છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને ગયા અઠવાડિયે કહ્યું હતું કે તે સાત સપ્ટેમ્બરથી ક્રમશ મેટ્રો સેવાઓ પુન: સ્થાપિત કરશે.

ટ્રેનમાં મુસાફરો વચ્ચે 1 મીટરનું અંતર રાખવા ખાસ કાળજી લેવામાં આવશે. સામાજિક અંતર સુનિશ્ચિત કરવા બેઠક ઉપર માર્કિંગ પણ કરવામાં આવશે. જ્યારે સ્ટેશન પર ભીડ ન થાય તે માટે, મેટ્રો સ્ટાફ અને સિવિલ વોલેંટીયરો તૈનાત કરવામાં આવશે.

Next Story
Share it