Connect Gujarat
લાઇફસ્ટાઇલ

કુદરતી હેર પેકમાં વાળને કાળા કરો, જાણો આ પેક ઘરે કેવી રીતે બનાવી શકાય

સામાન્ય રીતે વાળ સફેદ થવાની સમસ્યા પોષણના અભાવે થાય છે. આજકાલ લોકો નાની ઉંમરમાં આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પરંતુ તમે આ કુદરતી હેર પેક અપનાવીને આ સમસ્યાથી બચી શકો છો.

કુદરતી હેર પેકમાં વાળને કાળા કરો, જાણો આ પેક ઘરે કેવી રીતે બનાવી શકાય
X

આજકાલ વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે. ખોટી જીવનશૈલી, નબળી પાચન શક્તિના કારણે લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા છે. આવી સ્થિતિમાં લોકો વાળને કલર કરવા માટે વિવિધ હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, જેમાં કેમિકલ ભરપૂર હોય છે તેનો ઉપયોગ કરવાથી તમારા વાળને વધુ નુકસાન થઈ શકે છે. જો તમે તમારા વાળને સફેદ થતા અટકાવવા માંગો છો, તો આ ઘરેલું નુસખા અપનાવો.

ડુંગળીમાંથી હેર પેક બનાવો :-

ડુંગળીમાં કેટલાક એવા તત્વો હોય છે જે તમારા વાળ માટે ફાયદાકારક હોય છે. ડુંગળીને છીણીને તેનો રસ કાઢો, પછી તેને તમારા વાળમાં મસાજ કરો. આ તમારા વાળને વધવામાં મદદ કરશે અને તમારા વાળ કાળા પણ રહેશે.

શિકાકાઈ :-

વાળને કુદરતી રીતે કાળા કરવા માટે શિકાકાઈ સૌથી અસરકારક હેર પાવડર છે. તમે આ પાવડરને દહીંમાં મિક્સ કરીને તમારા વાળમાં લગાવી શકો છો. તેને લગાવ્યાના અડધા કલાક પછી વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

તુલસી :-

તુલસી વાળને કાળા કરવા માટે પણ મદદરૂપ છે. તેને બનાવવા માટે ઘરમાં એક વાટકી પાણી લો, તેમાં તુલસીના પાન નાખો. હવે તેને ઉકાળો. ઠંડા થયા બાદ આ પાણીથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર આ પાણીથી ધોઈ લો.

બટાકા :-

વાળને સફેદ થતા અટકાવવા માટે તમે બટાકા અને દહીંનો ઉપયોગ કરી શકો છો. આ પેક બનાવવા માટે એક તપેલી લો, તેમાં બે કપ પાણી ઉમેરો અને બટાકાને બાફી લો. તે પાણીમાં 2 ચમચી દહીં સારી રીતે મિક્સ કરો. તેને માથાની ચામડી અને વાળ પર લગાવો. પછી સુકાઈ ગયા પછી વાળ ધોઈ લો.

આ બધી વસ્તુ કર્યા પહેલા ડોક્ટરની સલાહ અવસ્ય લેવી જોઈએ ત્યાર બાદ આ રીતે ઉપયોગ કરવો.

Next Story