/connect-gujarat/media/post_banners/87b60eddec09e9d90043dafb66a6a207c8c26a61be2aab89457113d07f71ce64.webp)
વિશ્વના સૌથી મોંઘા શૂઝની કિંમત અબજોમાં છે. મૂન સ્ટાર (Moon Star Shoes)શૂઝ વિશ્વના સૌથી મોંઘા જૂતા છે. તેની કિંમત 1.63 અબજ રૂપિયા છે. તે સોનાના બનેલું છે. તેમાં 30 કેરેટના હીરા પણ છે. આવો જાણીએ વિશ્વમાં અત્યાર સુધીના સૌથી મોંઘા 5 જૂતા વિશે.
1. મૂન સ્ટાર શૂઝ (Moon Star Shoes)(1.63 અબજ રૂપિયાની કિંમત) હા, તમે સાચું સાંભળો છો. આ હીલવાળા જૂતાની કિંમત 19.9 મિલિયન ડોલર એટલે કે 1.63 અબજ રૂપિયા છે. મૂન સ્ટાર શૂઝ એ વિશ્વના અત્યાર સુધીના સૌથી મોંઘા જૂતા છે. આ જૂતા શુદ્ધ સોનાના બનેલા છે. તેમાં 30 કેરેટના હીરા જડેલા છે. તેમજ તે 1576 ની ઉલ્કાપિંડ માંથી બનેલ છે. એટલે કે આ જૂતામાં સ્પેસની સામગ્રી પણ છે.જુતામાં હીરાથી જડેલા છે. 24 કેરેટ સોનાથી બનેલા આ જૂતાની પ્રથમ જોડી વર્ષ 2017માં એન્ટોનિયો વિએટ્રી દ્વારા બનાવવામાં આવી હતી.
/connect-gujarat/media/post_attachments/9a29a0cbf44c9443d39fa74e088c3b4f14c40b0c736f71230e84769dde43883d.webp)
2. પેશન ડાયમંડ શૂઝ (Passion Diamond Shoes)પેશન ડાયમંડ શૂઝની કિંમત $17 મિલિયન (રૂ. 1,39,99,06,650) છે. તે જુતા દુબઈ અને પેશન જ્વેલર્સ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું હતું. તેમાં બે 15 કેરેટ ડી-ગ્રેડના હીરા છે. ઉપરાંત, ટ્રીમને સજાવવા માટે 238 હીરાનો અલગથી ઉપયોગ કરવામાં આવ્યો છે. જૂતા બનાવનારાઓએ આ શૂઝને શુદ્ધ સોનામાંથી બનાવવામાં 9 મહિનાનો સમય લીધો હતો. તે વેચાયા છે કે નહીં તે જાણી શકાયું નથી.
3. ડેબી વિંગહામ હાઈ હીલ્સ (Debbie Wingham High Heels)ડેબી વિંગહામ હાઈ હીલ્સની કિંમત $15.1 મિલિયન (રૂ. 1,24,34,46,495) છે. ડેબી વિંગહામ લક્ઝુરિયસ વસ્તુઓ બનાવવામાં માહેર છે. જન્મદિવસની ભેટ તરીકે આ મોંઘા જૂતા બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. વિશ્વના કેટલાક સૌથી મોંઘા રત્નો તેની હાઈ હીલ્સમાં જડેલા છે. તળીયું સોનાનું બનેલુ છે. જ્યારે જૂતાની બોડી પ્લેટિનમથી બનેલી છે. આ જૂતાના બાકીના ભાગમાં ઉપયોગમાં લેવાતા ચામડાને 24 કેરેટ સોનાથી રંગવામાં આવ્યું છે. આ જૂતાને 18 કેરેટ સોનાના દોરાની મદદથી સિલાઇ કરવામાં આવી હતી.
/connect-gujarat/media/post_attachments/fe004932b558deeed5812a780c9e74053eae6027b426ef7de83e84d17686152c.webp)
4. હેરી વિન્સ્ટન રૂબી સ્લીપર્સ (Harry Winston Ruby Slippers)(રૂ. 24,70,42,368)હેરી વિન્સ્ટન રૂબી સ્લીપર્સની આ જોડી 4,600 રુબીનો ઉપયોગ કરીને ખૂબ જ મહેનતથી બનાવવામાં આવી હતી. આ પગરખાં લક્ઝરીનું પ્રતીક છે. 50 કેરેટના હીરા ઉપરાંત આ શૂઝમાં 1350 કેરેટ રૂબીનો પણ સમાવેશ થાય છે. આ શૂઝની કિંમત 3 મિલિયન ડોલર (રૂ. 24,70,42,368) છે.
5. સ્ટુઅર્ટ વેઇટ્ઝમેન રીટા હેવર્થ હીલ્સ(Stuart Weitzman Rita Hayworth Heels) (રૂ. 24,70,42,368) સ્ટુઅર્ટ વેઇટ્ઝમેન રીટા હેવર્થ હીલ્સની કિંમત પણ $3 મિલિયન (રૂ. 24,70,42,368) છે. રીટા હેવર્થ હોલીવુડની જૂની અભિનેત્રીઓમાંની એક છે. નીલમ અને માણેક સહિતના કિંમતી પથ્થરોથી શણગારેલા છે. આ ખુલ્લા પગની હીલ્સ હેવર્થની પુત્રી પ્રિન્સેસ યાસ્મીન આગા ખાનની છે.
/connect-gujarat/media/post_attachments/7039d659a88a9916435cc924b54e2d1332c7389574936bd07f867c88e0673df8.webp)