જાણો ચોમાસામાં ફળ અને શાકભાજીને ફ્રેશ રાખવા માટે સ્ટોર કરવાની સાચી રીત....

જાણો ચોમાસામાં ફળ અને શાકભાજીને ફ્રેશ રાખવા માટે સ્ટોર કરવાની સાચી રીત....
New Update
દેશભરમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. સતત પડી રહેલા વરસાદથી ઘણા લોકોનું જાણ જીવન ખોરવાઈ ગયું છે ત્યારે આવા વરસાદની ઋતુમાં શાકભાજી અને ફળોને યોગ્ય રીતે સાચવવા ખૂબ જ જરૂરી બને છે. વરસાદની સિઝનમાં બહાર માર્કેટમાં શાકભાજી લેવા જવું પણ મુશ્કેલી ભર્યું બની જાય છે. 

ત્યારે આવી પરિસ્થિતિમાં લોકો એક સાથૅ જ અઠવાડિયાનું શાક લઈ આવે છે. જેના કારણે દરરોજ બહાર નીકળવું ના પડે. તો આ શાકભાજીને સ્ટોર પણ સરખી રીતે કરવું જોઈએ કે જેથી આ શાક અને ફળો લાંબા સમય સુધી સારા અને તાજા રહે.

ફળ અને શાકભાજીને સુરક્ષિત રાખવાની ટિપ્સ

કેળાં

કેળાં સદાબહાર ફળ છે જે દરેક સિઝનમાં મળી રહે છે. પરંતુ ચોમાસાની ઋતુમાં તેને સુરક્ષિત રીતે સ્ટોર કરવું ખૂબ જ જરૂરી બને છે. નહીં તો તે બે દિવસની અંદર જ બગડી જાય છે. સ્ટોર કર્યા પહેલા તેને સારી રીતે ધોઈ સાફ કરી ને જ પછી તેને સ્ટોર કરવા જોઈએ. જે બાદ કોઈ પેપર ટુવાલ કે ટીશ્યુ પેપરને લઈને તેને ચારે બાજુથી વીંટી લો. આવું કરવાથી કેળાં વધુ સમય સુધી સારા રહેશે.

લીલી ડુંગળી

વરસાદની સિઝનમાં લીલી ડુંગળીને પણ સુરક્ષિત રાખવી ખૂબ જ જરૂરી બને છે. ડુંગળી માટે પણ તમે ટીશ્યુ પેપરનો ઉપયોગ કરી શકો છો.તમે લીલી ડુંગળી પર ટીશ્યુ પેપર લપેટીને તેના પર પાણી છાંટીને ટીશ્યુ પેપર સહિત જ ફ્રીજમાં મૂકી દો. આવું કરવાથી લીલી ડુંગળી લાંબો સમય સુધી તાજી રહેશે.

લીલા ધાણા

વરસાદમાં લીલા ધાણા ખૂબ જ ઓછા મળે છે અને હોય તો પણ ખૂબ જ મોંઘા હોય છે. આથી જો તેને યોગ્ય રીતે ના સાચવવામાં આવે તો તે કાળા પડી જાય છે અને આવી સ્થિતિમાં તેને સુરક્ષિત રાખવા તમારા માટે ચેલેંજિંગ ટાસ્ક બની જાય છે. તમે લીલા ધાણા પર ટીશ્યુ પેપર લપેટી લો. અને તેના પણ થોડું પાણી છાંટી દો. પછી કાચનો ગ્લાસ લઈ ટીશ્યુ પેપર સહિત તેને કાચના ગ્લાસમાં ઊભા મૂકો. આવું કરવાથી ધાણા ના પાંદળા તાજા રહેશે.

ટામેટાં

ચોમાસામાં ટામેટાં મળવા મુશ્કેલ હોય છે અને જો મળે તો તે ખૂબ જ મોંઘા હોય છે તેવામાં એક પણ ટામેટું ના બગડે તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આથી ટમેટાને સ્ટોર કરતાં પહેલા તેના ડીટીન્યા આટલે કે તેને ગ્રીન ભાગ કે જ્યાથી ટામેટું છોડથી અલગ થાય છે ત્યાં સેલોટેપ લગાવીને ફ્રીજમાં રાખી દો. આવું કરવાથી ટામેટાં લાંબો સમય સુધી તાજા રહેશે.

#vegetable #health #tips #vegetable market
Here are a few more articles:
Read the Next Article