Connect Gujarat
લાઇફસ્ટાઇલ

રફ અને ગંદા વાળને સિલ્કી કરે છે આ 1 વસ્તુ, આ રીતે ઉપયોગ કરો

રફ વાળને કેવી રીતે સિલ્કી કરવા? આ પ્રશ્ન દરેક લોકોના મનમાં થતો હોય છે. સામાન્ય રીતે મોટાભાગના લોકોને રફ વાળની તકલીફ હોય છે.

રફ અને ગંદા વાળને સિલ્કી કરે છે આ 1 વસ્તુ, આ રીતે ઉપયોગ કરો
X

રફ વાળને કેવી રીતે સિલ્કી કરવા? આ પ્રશ્ન દરેક લોકોના મનમાં થતો હોય છે. સામાન્ય રીતે મોટાભાગના લોકોને રફ વાળની તકલીફ હોય છે. રફ વાળ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. રફ વાળને ખાસ કરીને મોઇસ્યુરાઇજેશનની જરૂર હોય છે. આ સાથે જ પ્રોટીનની પણ જરૂર હોય છે. એવામાં તમે ડ્રાય વાળમાંથી છૂટકારો મેળવવા ઇચ્છો છો તો આ એક વસ્તુ તમારા માટે સૌથી બેસ્ટ છે. તો જાણો તમે પણ રફ વાળને સિલ્કી કરશો.

રફ વાળને સિલ્કી કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલ તમારા વાળ માટે સૌથી બેસ્ટ છે. એલોવેરામાં અનેક પ્રકારના ગુણો હોય છે જે વાળને સિલ્કી કરવાનું કામ કરે છે. એલોવેરા જેલ તમારા વાળમાં હાઇડ્રેશનની કમીને પૂરી કરે છે. એલોવેરા જેલમાં એન્ઝાઇમ હોય છે જે ફેટને તોડે છે અને સાથે વાળને મોઇસ્યુરાઇઝ પૂરું પાડે છે. વાળને સિલ્કી કરવા માટે ખાસ કરીને એલોવેરા જેલ કેવી રીતે લગાવવી એ પ્રશ્ન દરેકને થતો હોય છે. તો તમને જણાવી દઇએ કે આ માટે તમે એલોવેરા લો અને એને ચપ્પાની મદદથી વચ્ચેથી કટ કરી લો. પછી એમાંથી જેલને કાઢો અને વાળના સ્કેલ્પમાં લગાવો અને પછી આખા વાળમાં લગાવી દો. આ રીતે તમે જેલ લગાવો છો તો વાળ સિલ્કી થાય છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે તમે એલોવેરા જેલમાં દિવેલના ટીપાં નાખીને પણ વાળમાં લગાવી શકો છો. તેલમાં એલોવેરા જેલ મિક્સ કરીને વાળમાં લગાવો છો તો પછી 30 મિનિટ સુધી રહેવા દો. 30 મિનિટ રહીને હેર વોશ કરો. આમ કરવાથી વાળ સિલ્કી થાય છે.

Next Story