લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે રોંગ સાઈડમાં આવતા ટ્રક સાથે કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલા દાદા, દાદી સાથે 6 વર્ષની પૌત્રીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યાં અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી.

અકસ્માતમાં દાદા બકુલભાઈ અને પૌત્રી ક્રેયાંશીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે હિરાબેનને ગંભીર ઈજા પહોચતા લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા. ત્યાર બાદ વધુ સારવાર અર્થે વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવા ડોક્ટરે સૂચન કર્યું હતું. હિરાબેન અમદાવાદ પહોંચે તે પહેલાં રસ્તા વચ્ચે તેમણે પણ દમ તોડી દીધો હતો