ગુજરાત સરકારનાં સહયોગથી વડનગર ખાતે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીએ વિશ્વસ્તરીય તાલીમ સુવિધાઓ સાથે ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) સ્થાપી છે. અહીંથી બે પાયલોટ બેચનાં કુલ 201 તાલીમાર્થીઓની તાલીમ પૂર્ણ પણ થઇ ગઇ છે.

વડનગરમાં આવેલી આ તાલીમ સંસ્થા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સ્કિલ ઇન્ડિયા મિશનનાં વિઝનને આગળ ધપાવે છેજેનો હેતુ લાખો યુવાનોને ઉદ્યોગલક્ષી કુશળતા આપીને રોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યભરમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરોની સ્થાપના દ્વારા યુવાનોને કૌશલ્ય વિકાસની તકો પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વતન વડનગરમાં પ્રવેશતા રોડની બાજુમાં વીજળીનાં તાર વગર ઊભેલા ત્રણ વિશાળ ટ્રાન્સમિશન ટાવર સૌનું ધ્યાન ખેંચે છે. આ ત્રણ ટ્રાન્સમિશન ટાવરો હકીકતમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપની દ્વારા મહેસાણા જિલ્લાના વડનગર ખાતે સ્થાપવામાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) ના તાલીમ આપવા માટે ઉભા કરાયેલા પ્રેક્ટિકલ મોડેલ’ છે. તાલીમાર્થીઓ આ ટાવરોને કેવી રીતે ઉભા કરવા અને પછીથી તેને કેવી રીતે ખોલી નાંખવા તેનો પ્રેક્ટિકલ અનુભવ મેળવે છે. 

ICSTI

આવી જ પ્રેક્ટિકલ તાલીમની સુવિધાઓ 30 વીઘા જમીનમાં ફેલાયેલા સંકુલમાં જોવા મળે છે. અહીં તાલીમાર્થીઓને ઉદ્યોગલક્ષી કામો વિશે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે.L&T કંપનીએ ગુજરાત સરકારનાં સહયોગથી વડનગર ખાતે વિશ્વસ્તરીય તાલીમ સુવિધાઓ સાથે ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) સ્થાપી છે. અત્યાર સુંધીમાં બે પાયલોટ બેચના કુલ 201 વિદ્યાર્થીઓની તાલીમ પૂર્ણ થઇ ગઇ છે અને તાલીમ પૂર્ણ થયા બાદતમામ ઇચ્છુક યુવાનો એલ એન્ડ કંપની દ્વારા રૂપિયા 18,000થી 20,000નાં સ્ટાઇપેન્ડ સાથે વિવિધ પ્રોજેક્ટો પર કામ કરે છે.   

ખાસ વાત એ છે કેભાઇઓ અને બહેનો બંને માટે અહીં તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે. તાલીમાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. તમામ માટે રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા સંપૂર્ણ મફતમાં આપવામાં આવે છે.

ICSTI

વડનગર સ્થિત ICSTIમાં કુલ 20થી વધુ ટ્રેડોમાં તાલીમ આપવામાં આવે છેજેમાં ફોર્મવર્ક-કાર્પેન્ટ્રીબાર બેન્ડિંગ અને સ્ટીલ ફિક્સિંગસ્કેફોલ્ડિંગપ્રી-સ્ટ્રેસિંગમેસનરીપ્લાસ્ટરિંગટાઇલિંગવેટ પાર્ટિશનપ્લમ્બિંગ અને સેનિટરીઇલેક્ટ્રિશિયનકોન્ક્રિટ લેબોરેટરી અને ફિલ્ડ ટેસ્ટિંગસર્વેઇંગવેલ્ડિંગપાઇપ ફિટિંગ, HVAC, ફાયર ફાઇટિંગપ્લાન્ટ એન્ડ મશીનરી (P&M), ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ (WET), સોલાર ટ્રાન્સમિશન ટાવર ઇરેકશન, ELV ટેલિકોમ્યુનિકેશનસોલાર PV ટેક્નિશિયન, CCTV, FLS, EHS, IOT અને TOT સહિતના કોર્સનો સમાવેશ થાય છે.

ICSTI

18 થી 35 વર્ષની વયનાં કોઈપણ ઉમેદવાર અહીં ચાલતા કોર્ષોમાં પ્રવેશ લઈ શકે છે. શૈક્ષણિક લાયકાત ટ્રેડ પ્રમાણે નક્કી થાય છે. સિવિલ ટ્રેડનાં કોર્ષ માટે ધોરણ પાસ ઉમેદવારો પણ પ્રવેશ લઈ શકે છેજ્યારે અન્ય કોર્ષો માટે ITI પાસ હોવું જરૂરી છે.જો કોઇ વ્યક્તિ આ સંસ્થામાં તાલીમ મેળવવા ઇચ્છુક હોય તો સંસ્થાનાં આ નંબર પર સંપર્ક કરી શકે છે. પ્રવેશ મેળવવા માટે સંપર્ક નંબર: 7043568437, 9099903673, 7016813062