મહારાષ્ટ્રઃ ઠાણેની પ્રાઈમ ક્રિટિકેર હોસ્પિટલમાં લાગી આગ, 4 દર્દીઓના નિપજ્યાં મોત

New Update
મહારાષ્ટ્રઃ ઠાણેની પ્રાઈમ ક્રિટિકેર હોસ્પિટલમાં લાગી આગ, 4 દર્દીઓના નિપજ્યાં મોત

મહારાષ્ટ્રના ઠાણેમા પ્રાઈમ ક્રિટિકેર હોસ્પિટલમાં બુધવારે સવારે આગ લાગી હતી. આગ સવારે 3.30 વાગે લાગી હતી. દર્દીઓને બીજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા જેમાં શિફ્ટીંગ દરમિયાન 4 દર્દીઓના મોત થઈ ગયા છે અને ઘણા ઘાયલ થઈ ગયા છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ હાજર છે. આગ લાગવાનુ કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યુ નથી. હાલમાં આગ ઓલવવાનુ કામ ઝડપથી થઈ રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે હજુ હાલમાં જ 23 એપ્રિલે મુંબઈ પાસે વિરાર વિસ્તારમાં વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી 15 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ પોલિસે હોસ્પિટલના મુખ્ય પ્રશાસનિક અધિકારી અને મુખ્ય કાર્યકારી અધિકારીની ધરપકડ કરી હતી. જે સમયે આ ઘટના થઈ એ વખતે આઈસીયુમાં 17 દર્દી હતા. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આ મામલાની વિસ્તૃત તપાસની વાત કહીને 10 દિવસમાં રિપોર્ટ આપવા અને દોષીતો સામે એક્શન લેવાની વાત કહી હતી.

Latest Stories