મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ રહ્યા હજાર

New Update
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ રહ્યા હજાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાન દિલ્હી ખાતે મળ્યા હતા. આ મીટિંગ દરમિયાન તેમણે મરાઠા આરક્ષણ, મેટ્રો કાર શેડ, જીએસટી, કોરોનાની સ્થિતિ અને તાઉતેથી થતાં નુકસાન સહિતના અનેક મુદ્દાઓની ચર્ચા કરી હતી. રાજ્યના નાયબ સીએમ અજિત પવાર અને કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણે પણ બેઠકમાં ભાગ લીધો હતો.

આ બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો હતો. વડા પ્રધાનને મળવા અંગે ઉઠાવવામાં આવતા પ્રશ્નો પર તેમણે કહ્યું કે હું કોઈ નવાઝ શરીફને મળ્યો નથી.

તેમણે કહ્યું, "અમે રાજકીય રીતે સાથે નથી પરંતુ તેનો અર્થ એ નથી કે અમારો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. હું કોઈ નવાઝ શરીફને મળવા નથી ગયો. તેથી જો હું ખાનગીમાં વડા પ્રધાનને મળું છું તો તેમાં કંઈપણ ખોટું નથી."

આ ઉપરાંત ઠાકરેએ રસી નીતિમાં પરિવર્તન માટે વડા પ્રધાનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું,"વડા પ્રધાને કેન્દ્ર પર રસીકરણની તમામ જવાબદારી લીધી છે, તેથી અમે તેમનો આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે જે અવરોધો આવી રહી છે તે હવે દૂર થઈ જશે અને વહેલી તકે બધાને રસી આપવામાં આવશે."

ઠાકરેએ કહ્યું, "મરાઠા અનામત, મેટ્રોનું 'કાર શેડ', જીએસટી વળતર સહિતના મુદ્દાઓ પર વડા પ્રધાન સાથે વાત કરી." જ્યારે વડા પ્રધાન કચેરીએ ટ્વીટ કર્યું, "મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને કેબિનેટ સભ્ય અશોક ચવ્હાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા."

Latest Stories