-
અંકલેશ્વર નજીકનો બનાવ
-
નેશનલ હાઇવે પરનો બનાવ
-
પાર્ક કરેલ ટેન્કરમાં આગ ફાટી નિકળી
-
ટેન્કરમાં કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
-
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
ભરૂચ અંકલેશ્વર વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પર પાર્ક કરેલ કેમિકલ ભરેલા ટેન્કર અચાનક આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર નજીક NH-48 પર પાર્ક કરાયેલા કેમિકલ ભરેલા કન્ટેનરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડતા લોકોમાં ભય ફેલાયો હતો.
હાઇવેની બાજુમાં હોટલ પર પાર્ક કરાયેલા કેમિકલ ભરેલા કન્ટેનરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ ઝડપથી ફેલાતા આસપાસના વાહનચાલકો અને સ્થાનિકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
સુરક્ષાના ભાગરૂપે પોલીસે અને તંત્રએ સર્વિસ રોડ ખાલી કરાવ્યો હતો તેમજ હાઇવે પર વાહન વ્યવહારને નિયંત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આગના કારણે NH-48 પર લાંબા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. હાલ આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
