• ગરમીની મોસમમાં રાહત આપતા સમાચાર

  • ચોમાસાની મોસમ અંગે હવામાન વિભાગની આગાહી

  • હવામાન વિભાગે વરસાદ વહેલો વરસવાની કરી આગાહી

  • સૌપ્રથમ ચોમાસાની એન્ટ્રી આંદામાન અને નિકોબારમાં થશે

  • કેરળમાં વરસાદ વરસ્યા બાદ વિધિવત ચોમાસાની થશે શરૂઆત 

ભારતમાં ચોમાસુ બેસવાની તારીખની જાહેરાત કરી દીધી છે.આ વર્ષે પણ ચોમાસું તેના સમય કરતાં વહેલા શરૂ થાય તેવી શક્યતા છે.હવામાન વિભાગ પ્રમાણે આ વર્ષે કેરળમાં 26 મેના રોજ ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. જેમાં ચાર દિવસ આગળ પાછળ થઈ શકે છે.કેરળમાં ચોમાસુ શરૂ થવાની તારીખ 1 જૂન હોય છે પરંતુ આ વર્ષે ચોમાસુ દેશમાં વહેલા શરૂ થવાની જાહેરાત હવામાન વિભાગે કરી છે.

હાલની સ્થિતિ મુજબ ચોમાસુ ઝડપથી આગળ વધે તેના માટેની તમામ પરિસ્થિતિ અનુકૂળ છે અને જો સ્થિતિ આ જ પ્રમાણે રહી તો ગુજરાતમાં પણ ચોમાસુ વહેલું શરૂ થઈ શકે છે.

ભારતમાં સૌપ્રથમ ચોમાસાની એન્ટ્રી આંદામાન અને નિકોબારના ટાપુઓ પર થાય છેજે સાથે જ તે બંગાળની ખાડીમાં પણ પ્રવેશ કરે છે. જે બાદ ચોમાસુ આગળ વધે છે અને હિંદ મહાસાગરમાંથી થઈને અરબી સમુદ્રમાં પહોંચે છે.

અરબી સમુદ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ તે કેરળમાં તેનું આગમન થાય છેકેરળમાં ચોમાસાની શરૂઆતની જાહેરાત કરવામાં આવે ત્યારે જ અધિકારીક રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત ગણાય છે.