સત્તાના સિંહાસન પર મોદીનો 20માં વર્ષમાં પ્રવેશ, ગુજરાતના સૌથી સફળ નેતા તરીકે કાર્યરત

New Update
સત્તાના સિંહાસન પર મોદીનો 20માં વર્ષમાં પ્રવેશ, ગુજરાતના સૌથી સફળ નેતા તરીકે કાર્યરત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજકારણની ટોચ પર પહોંચેલા એ રાજકારણીઓમાંના એક છે, જેમણે એક કાર્યકર તરીકેની સફર શરૂ કર્યો, પછી મુખ્યમંત્રી બન્યા અને પછી વડા પ્રધાન પણ બન્યા. નરેન્દ્ર મોદીના રાજ્ય અને કેન્દ્ર સરકારમાં સત્તા પ્રમુખ તરીકે આજે 20માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. વર્ષ 2001 માં આજના દિવસે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રિ તરીકે ચૂંટાયા હતા.

ભારત જેવા લોકશાહી દેશના સતત વડા પ્રધાન રહી ચૂકેલા નેતાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સામેલ થવા જઈ રહ્યું છે. આ પહેલા પીએમ મોદીએ લોકો દ્વારા ચૂંટાયેલી સરકારના નેતા તરીકે 20 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

2001 માં, મોદીએ ગુજરાતની ત્યારે કમાન સંભાળી હતી જ્યારે ભુજમાં ભયંકર ભુકંપ આવ્યો હતો. તે સમયે, ગુજરાત મોડેલની સફળતાએ જ તેમને ભાજપ દ્વારા 2013 માં વડા પ્રધાન પદના ઉમેદવાર બનાવવા મજબૂર કર્યા હતા.

નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પ્રથમ કાર્યકાળ શરૂ કર્યો હતો. આ પછી મોદીએ રાજકોટથી ચૂંટણી લડી હતી. જેમાં તેમને જનતાનો પૂરો ટેકો મળ્યો અને રાજ્યની જવાબદારી સોંપવામાં આવી. આ સમયે સૌથી મહત્વની વાત એ હતી કે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પદ સંભાળતાં પહેલાં ભગવદ્ ગીતાનાં શપથ લીધા હતા.

મોદી સતત ચાર કાર્યકાળ માટે ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે અને મુખ્યમંત્રી રહીને રાજ્યને વિકાસ તરફ ધકેલી દીધું છે અને તેની છબી પણ વધારી છે. શિસ્તબદ્ધ અને કડક વહીવટકર્તા તરીકે મોદી ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતા. તેમણે રાજ્યમાં વિકાસ માટે ઘણી નવી યોજનાઓ અને પ્રયોગો કર્યા જે લગભગ સફળ રહ્યા હતા.

Read the Next Article

રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ થઈ સક્રિય, બે જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન છે. આજે બે જિલ્લામાં

New Update
varsad

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન છે.

આજે બે જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તો આજે અમરેલી, ભાવનગર,બનાસકાંઠા, મહેસાણા,મહીસાગર, દાહોદમાં વરસાદનું  યલો એલર્ટ અપાયું છે.  આજે પંચમહાલ, સુરતમાં વરસાદનું યલો એલર્ટ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મઘ્યમ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા પોરબંદર, જામનગર સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા  મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં પણ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. ઉપરાંત  બનાસકાંઠા, સાબરકાંઠા, અરવવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરામાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે.