MP: મુરૈનામાં રેતી ભરેલા ટ્રેક્ટરે જીપને ટક્કર 15નાં મોત, 9 ઈજાગ્રસ્ત

New Update
MP: મુરૈનામાં રેતી ભરેલા ટ્રેક્ટરે જીપને ટક્કર 15નાં મોત, 9 ઈજાગ્રસ્ત

શોકસભામાં હાજરી આપવા જઈ રહેલા લોકોને રસ્તામાં જ કાળ ભેટી ગયો

મધ્યપ્રદેશનાં મુરૈનામાં ગુરૂવારે વહેલી સવારે 5 વાગે રેતીથી ભરેલા ટ્રેક્ટર ટ્રોલીએ જીપને ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં 15 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 9 લોકો ઘાયલ છે. ઈજાગ્રસ્તો પૈકી 5ની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મળતી વિગતો મુજબ જીપમાં સવાર તમામ લોકો ગ્વાલિયર જિલ્લાના ઉટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના બડેરા ગામના વતની હતા. તેઓ મુરૈના જિલ્લાના ઘૂરઘાન ગામમાં કોઇ શોકસભામાં સામેલ થવા જઇ રહ્યા હતા. ત્યારે જ મુરૈનાથી 4 કિમી દૂર અમ્બાહ રોડ પર ગંજરામપુરની નજીક આ અકસ્માત થયો.

અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનનાં ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. બંને વાહનોની વચ્ચે મૃતદેહો ફસાઈ ગયા હતા. સ્થળ પર પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ટ્રેક્ટર ડ્રાઇવર સ્થળ પરથી ભાગી નીકળ્યો.

Latest Stories