મુંબઈ: વિરારના કોવિડ હોસ્પિટલમાં લાગી આગ; 13 સંક્રમિત દર્દીઓનું મોત

New Update
મુંબઈ: વિરારના કોવિડ હોસ્પિટલમાં લાગી આગ; 13 સંક્રમિત દર્દીઓનું મોત

કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં એક બાદ એક મોટી દુર્ઘટનાઓ થઈ રહી છે. નાસિકની ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજના કારણે 22 કોરોના પેશન્ટના મૃત્યુનો કેસ હજુ શાંત નથી પડ્યો ત્યાં વિરાર ખાતેથી વધુ એક દુર્ઘટના સામે આવી છે. વિરાર ખાતે આવેલી વિજય વલ્લભ હોસ્પિટલમાં શુક્રવારે વહેલી સવારે આગ લાગતા કોરોનાના 13 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

ફાયર ડિપાર્ટમેન્ટના અહેવાલ પ્રમાણે હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં 17 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. વહેલી સવારે 3:15 કલાકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. ત્યાર બાદ 5:30 વાગતા સુધીમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ હોનારત બાદ વિજય વલ્લભ હોસ્પિટલના દર્દીઓેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દુર્ઘટના અંગે જાણ થતા જ ટોચના અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા પરંતુ હજુ હોસ્પિટલ સત્તાધીશોની બેદરકારી સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી.

Latest Stories