અંકલેશ્વર ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા તોફાની વાયરા-7નું સંગીતમય આયોજન
અંકલેશ્વર જીઆઇડીસીના ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા તોફાની વાયરા-7નું સંગીતમય આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં જુના નવા હિન્દી ફિલ્મોના ગીતોની સુરાવલીથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બનશે. ગુજરાત, સમાચાર ભરૂચ
અંકલેશ્વર જીઆઇડીસી ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતાએ તારીખ 28મી સપ્ટેમ્બર 2024ને શનિવારની રાતે 8:30 કલાકે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને શુભશ્રી પિગમેન્ટ્સ પ્રા.લી.ના સહયોગથી તોફાની વાયરા-7નું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે કલાકારો દ્વારા જુના નવા હિન્દી ફિલ્મોના સોલો તેમજ સમૂહ સુપરહિટ ગીતોની રમઝટ બોલાવવામાં આવશે.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા ઉપસ્થિત રહેશે.જ્યારે અતિથિ વિશેષ તરીકે ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા,રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેવે,શુભશ્રી પિગમેન્ટ્સના ચેરમેન કે.શ્રીવત્સન,સિનિયર જર્નાલિસ્ટ તુષાર પ્રભુ,બોલીવુડ પર્કશન પ્લેયર બંકિમ શાહ,બોલીવુડ લીડ ગીટાર પ્લેયર રવિન્દ્ર ખરાત પણ ઉપસ્થિત રહીને સ્પર્ધકોને પ્રોત્સાહિત કરશે.
