કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના સીએમ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને લઈને અપમાનજનક ટિપ્પણી કરી છે. જે બાદ રાજનીતિ ગરમાઈ છે અને શિવસેના આક્રમક થઈ ગઈ છે. આ સાથે નાસિક પોલીસે ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે અને વોરન્ટ જારી કર્યું છે.

નારાયણ રાણેએ કહ્યું હતુ કે જો તેઓ ત્યાં હોત તો તેમને(સીએમ)ને જોરદાર થપ્પડ મારતા કેમ કે સીએમ 15 ઓગસ્ટે નાગરિકોને સંબોધન કરતા સમયે સ્વતંત્રતા વર્ષ ભૂલી ગયા હતા. તેમણે કહ્યું કે આ શરમજનક છે કે સીએમને સ્વતંત્રતા વર્ષ નથી ખબર, તે પોતાના ભાષણ દરમિયાન સ્વતંત્રતા વર્ષોની ગણતરી અંગે પૂછવા માટે પાછળ ઝૂક્યા હતા. જો હું ત્યાં હોત તો તેમને એક જોરદાર થપ્પડ મારતો.

જન આશીર્વાદ યાત્રા દરમિયાન જ્યારે એક પત્રકારે નારાયણ રાણેને કહ્યું કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો છે અને બાળકોને વધારે સંકટ છે. એટલા માટે સીએમે ભીડથી બચવા માટે કહ્યું છે. આના પર નારાયણ રાણે નારાજ થઈ ગયા અને તેમણે કહ્યું કે તેમને (મહારાષ્ટ્ર સરકાર) નથી ખબર કે આપણને શું કહેશે. તે વળી ક્યાં ડોક્ટર છે? ત્રીજી લહેરની બૂમ ક્યાંથી આવી? અને તે એમ પણ કહેતા હતા કે બાળકોને સંકટ છે અને લોકોને ડરાવે છે કે અશુભ ન બોલો.’