રાજપીપળા નગર સેવા સદનના પ્રમુખ તરીકે રાજયમાં સૌથી નાની વયના 26 વર્ષીય કુલદીપસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે. આ અગાઉ તેમના પિતા અને દાદા પણ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો જેમાં જિલ્લાની એક માત્ર રાજપીપલા નગરપાલિકામાં ભાજપે 28 બેઠકોમાંથી 16 બેઠકો જીતી બહુમતી સ્થાપિત કરી અને ઇતિહાસમાં પ્રથમવાર બિનહરીફ પ્રમુખ ઉપ પ્રમુખની વરણી થઈ હતી.જેમાં ગુજરાત રાજ્યમાં સૌથી નાની વયના પાલિકા પ્રમુખ તરીકે 26 વર્ષીય કુલદીપસિંહ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી હતી અને તેઓ બિન હરીફ વિજેતા જાહેર થયા હતા. અગાઉ જન હિત રક્ષક તરીકે તેમના પિતા અલકેશસિંહ ગોહિલ છ વાર પ્રમુખ તરીકે રહ્યા હતા. આ ત્રીજી પેઢીએ આજે રાજપીપલા નગરપાલિકાની સત્તા સાંભળી હતી ત્યારે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કુલદીપસિંહ ગોહિલનું રાજ તિલક કરવામાં આવ્યું હતું