નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની મહિલા ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં દેશની વિવિધ ટીમો ભાગ લઈ રહી છે.
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની મહિલા ફૂટબોલ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. 42મી રાષ્ટ્રીય સીનીયર ફૂટબોલ ટુનામેન્ટનો અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી, હોકીના ભીષ્મ પિતામહ ગણાતા મેજર ધ્યાનચંદના પુત્ર ભારતીય હોકીના પૂર્વ હોકી પ્લેયર અશોક ઘ્યાનચંદ તેમજ ફૂટબોલ ચાહકોની ઉપસ્થિતિમાં આરંભ કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટમાં વિવિધ ટીમો ભાગ લઈ રહી છે.
પંજાબ અને આસામની ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાડવામાં આવી હતી હોકીના જાદુગર મેજર ઘ્યાનચંદ ના પુત્ર મેજર અશોક ઘ્યાનચંદે પિતા પર બની રહેલી બાયોપિક ફિલ્મમાં તેમના પિતાનો રોલ સલમાન, આમિર ખાન કે રણવીર સિંહ કરે એવી આશા વ્યક્ત કરી હતી તો સાથે જ હોકીની રમત અંગે જણાવ્યુ હતું કે આ રમતને પ્રોત્સાહિત કરવામાં આવે તો ભારત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સારો દેખાવ કરી શકે છે.