રાજપીપળામાં કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા નગર સેવા સદન દ્વારા શાક માર્કેટ ખસેડી જીન કમ્પાઉન્ડમાં લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જો કે વેપારીઓએ તંત્રના આ નિર્ણયનો વિરોધ નોધાવ્યો હતો અને પુન:એ જ સ્થળે શાક માર્કેટ શરૂ કરી દીધું હતું.
કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા ગઈકાલ સાંજે રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી તે મુજબ રાજપીપળામાં હાલમાં ચાલતું શાક માર્કેટ ખસેડીને એપીએમસી જિન કમ્પાઉન્ડ જેવી ખુલ્લી જગ્યામાં લઇ જવામાં આવશે જેથી દૂર દૂર વેપારીઓ બેસે અને ટોળા ઓછા થાય તો કોરોના સંક્રમણ અટકે અને આ આદેશ મુજબ રાજપીપળાના જિન કમ્પાઉન્ડમાં નગરપાલિકા દ્વારા માર્કિંગ કરી જગ્યા પણ ફાળવવામાં આવી હતી.
પરંતુ આજે સવારથી જ શાક માર્કેટમાં બેસતા છુટ્ટક વેપારીઓએ આ વાતનો વિરોધ નોધાવ્યો હતો અને શાક માર્કેટ પાસે જ ટોળે વળી સૂત્રોચ્ચાર કર્યા હતા તેઓ ની માંગ છે કે અમે તંત્રની માંગણીને કારણે કોરોના ટેસ્ટ પણ કરાવ્યો છે અને અહીં કોવિડની ગાઈડ લાઈનનું પાલન પણ થાય છે. જિન કમ્પાઉન્ડ માં પણ એક પણ વેપારીના ફરકતા તંત્રના નિર્ણયનો ફિયાસ્કો થયો હતો આ માર્કેટથી જિન સુધી શાકભાજી લઇ જવામાં 100 રૂપિયા જેટલો ખર્ચો લાગે ઉપરાંત જિન કમ્પાઉન્ડમાં પાણી કે છાંયડો કરવાની કોઈ સવલતના હોવાથી માલ બગડે પણ છે આવા માં સ્થાનિક વેપારીઓ રોષમાં છે ત્યારે તંત્ર આ નિર્ણય બદલે છે કે કેમ તે જોવું રહ્યું .