Connect Gujarat
Featured

નર્મદા: કોરોનાના વધતાં સંક્રમણને પગલે બે ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલની મંજૂરી મળી

નર્મદા: કોરોનાના વધતાં સંક્રમણને પગલે બે ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલની મંજૂરી મળી
X

નર્મદા જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણના પગલે વહીવટી તંત્ર દ્વારા બે ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલની મંજૂરી આપવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને લઈને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ સારવાર લઇ શકે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે ખાનગી હોસ્પિટલોને હાલ મંજૂરી આપવામાં આવી છે. પહેલા આનંદ હોસ્પિટલને 20 બેડની મંજૂરી મળી હતી. ત્યારબાદ હવે રાજપીપલાની સૂર્યા હોસ્પિટલને 20 બેડની મંજૂરી મળી છે. સંતોષ ચોકડી પાસે આવેલ સૂર્યપ્લાઝા કોમ્લેક્સમાં સૂર્યા હોસ્પિટલ આવેલ છે. ઉલ્લેખનીય છે કે સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ રાજ્ય સરકારને પત્ર લખીને આરોગ્યલક્ષી સુવીધા વધારવા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે નર્મદા જિલ્લામાં બે ખાનગી હોસ્પિટલોને કોવિડ હોપિટલ તરીકે મંજૂરી આપતા 40 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી સારવાર માટે વડોદરા જતાં સ્થાનિકોને પણ રાહત થોડી રાહત થશે.

આ બાબતે ડો.યજ્ઞેશ બકારાણીયાએ જણાવ્યું હતું કે, રાજપીપલામાં હાલ કોરોનાની પરિસ્થિતિ ખુબ ગંભીર છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે અમારી સૂર્યા હોપિટલને કોવીડ હોસ્પીટલ માટે 20 બેડની મંજૂરી આપી છે. હોસ્પિટલ દ્વારા ઓક્સિજનથી લઈને સીટીસ્કેન વેન્ટિલેટર, પીપીઈ કીટ તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે અને એમડી ડોક્ટર દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

Next Story