નર્મદા : જિલ્લાનું એક એવું ગામ જયાં સરપંચ પણ પીવાના પાણી માટે ઉભા રહે છે લાઇનમાં

New Update
નર્મદા : જિલ્લાનું એક એવું ગામ જયાં સરપંચ પણ પીવાના પાણી માટે ઉભા રહે છે લાઇનમાં

નર્મદા ડેમ હાલ પાણીથી છલોછલ છે પણ ડેમથી માત્ર બે કીમીના અંતરે આવેલા વાગડીયા ગામના લોકોને પીવાના પાણીના વલખા મારવા પડી રહયાં છે. ગામના સરપંચને પણ પીવાના પાણી માટે ટેન્કરની લાઇનમાં ઉભા રહેવું પડે છે.

ગરુડેશ્વર તાલુકામાં આવેલું વાગડિયા ગામ આમતો એશિયા ની સુધી સૌથી મોટી સિંચાઈ પરિયોજના ગણાતી નર્મદા બંધ થી માત્ર બે કિલોમીટર દુર છે પરંતુ ત્યાં જ પાણીના વલખા જોવા મળી રહયાં છે. ગામલોકોનો આક્ષેપ છે કે રીવર રાફટીંગ માટે ગામમાં પીવાનું પાણી પુરુ પાડતી લાઇન તોડવામાં આવી હતી. જેનું આજદિન સુધી રીપેરીંગ કરાયું નથી જેના કારણે પીવાનું પાણી મળતું નથી. તંત્રએ પીવાના પાણી માટે ટેન્કરની વ્યવસ્થા કરી છે. ટેન્કર આવતાની સાથે ગામલોકોની કતાર લાગે છે અને ખુદ ગામના સરપંચને પણ પાણી માટે લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડે છે.

Latest Stories