Connect Gujarat
નવરાત્રી 2023

શું તમને ખબર છે કે ગરબામાં કેટલા કાણાં હોય છે? તો આવો જાણીએ ગરબાનું મહત્વ અને તેની સાથે જોડાયેલી દંત કથા......

આજે માતાજીનું પહેલું નોરતું છે. ત્યારે આધ્યશક્તિ માતાજીનાં અનુષ્ઠાન માટે ગરબાનું ખાસ મહત્વ રહેલું છે.

શું તમને ખબર છે કે ગરબામાં કેટલા કાણાં હોય છે? તો આવો જાણીએ ગરબાનું મહત્વ અને તેની સાથે જોડાયેલી દંત કથા......
X

આજે માતાજીનું પહેલું નોરતું છે. ત્યારે આધ્યશક્તિ માતાજીનાં અનુષ્ઠાન માટે ગરબાનું ખાસ મહત્વ રહેલું છે. જ્યારે ઘરની સ્ત્રીઓ પોતાના ઘરના મંદિરમાં કે મઢમાં 9 દિવસ આ ગરબામાં ઘઉં ભરી તેના પર દીવો રાખી પોતાની કુળદેવીને નવે નવ દિવસ પ્રાર્થના અને પૂજા અર્ચના કરે છે અને ગરબામાં દીવો પ્રગટાવે છે. આ ગરબાનો પ્રકાશ ગરબાના કાણાં માંથી આખા ઘરમાં ફેલાય છે અને આખા ઘરમાં અજવાળું થાય છે. નવ દિવસ રખાયેલા આ માતાજીનાં ગરબાનું 10 માં દિવસે એટલે કે દશેરાના દિવસે પાણીમાં પધરાવવામાં આવે છે અને પોતાના કુટુંબ પરિવારની સુખ શાંતિ અને સમૃધ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.

ગરબામાં હોય છે 27 કાણાં...

હાલ સમયમાં ફેરફારની સાથે ગરબા પણ અવનવા આવવા લાગ્યા છે. હાલના સમયમાં ગરબાની કિંમતમાં વધારો થતો જોવા મળ્યો છે. ખરેખર તો ગરબો 27 કાણાં વાળો ગરવો હોય છે. કારણ કે ગરબો એ આખું સૂર્યમંડળ છે. ગરબામાં રહેલા 27 કાણાં એ 27 નક્ષત્રોની પુષ્ટિ કરે છે. ગરબામાં 9-9 ની 3 લાઈનો એટલે કે 27 છિદ્રો આપણા નક્ષત્રો છે. અને એક નક્ષત્રને 4 ચરણ હોય છે. એટલે 27*4 = 108, તેથી જ નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખીને 108 વખત ગરબે રમવાથી બ્રહ્માણ્ડની 108 વખત પ્રદક્ષિણા કરવાનું પુષ્ણ મળે છે. ગરબો જેમ ગોળ છે તેમ જગત આખું પણ ગોળ છે. પરંતુ હાલ આવા ગરબા બનાવવા માટે ખાસ ઓર્ડર આપવામાં આવે છે.

Next Story