શારદીય નવરાત્રીની આઠમને તરીખ 3ને સોમવાર માતાજીનાં નવલા નોરતાનો આઠમો દિવસ માઁ મહાગૌરી એટલે કે માતાજીનાં આ આઠમાં સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે માતાજીને નૈવૈધ ધરાવવામાં આવે છે અને હોમ હવન કરવામાં આવે છે . કહેવાય છે કે આ દિવસે માતાજીને શ્રીફળ અર્પણ કરવું જોઈએ, જેથી માણસની બધી ઈચ્છા પૂર્ણ થાય છે. ત્યારે શ્રીફળ અને તેમાંથી બનાવેલી મીઠાઇનો પ્રસાદ પણ અર્પણ કરી શકાય. તો ઘરે જ બનાવો આ નાળિયેરની ખીર.
નાળિયેરની ખીર :-
નાળિયેરની બરફી અને નાળિયેરમાંથી બનાવેલી બીજી વાનગીઓ તો ખાધી હસે પરંતુ આ કાંઇક નવું છે કે નાળિયેર માંથી ખીર તો ચાલો જાણીએ કઈ રીતે બનાવી શકાય. નાળિયેરની ખીરને 2 રીતે બનાવી શકાય,એક તો ખાલી નાળિયેરની ખીર અને બીજી નાળિયેરની સાથે થોડા ચોખા પણ ઉમેરી સકાય છે. પરંતુ એકલા નાળિયેરની ખીર બનાવીશું.
નાળિયેરની ખીરની સામગ્રી :-
દૂધ 1 લિટર ,અથવા તો 5 કપ, ફૂલ ક્રીમ દૂધ,1 કાચું નાળિયેર,1/3 ખાંડ,4 ઇલાઈચી , કાજુ ,બદામ, સૂકી દ્રાક્ષ.
નાળિયેરની ખીર બનાવવાની રીત :-
સૌ પ્રથમ દૂધને ગેસની ધીમી આચ પર ગરમ કરવા મૂકી દેવું, નાળિયેરની ઉપરની છાલ કાઢી તેને ખમણી નાખવું, અને ત્યાર બાદ ઉકળેલા દૂધમાં નાળિયેરનું છીણ મીક્ષ કરવું અને બીજી રીતે છીણેલા નાળિયેરને થોડા ઘી માં ફ્રાય કરીને પણ ઉમેરી શકો છો. જ્યાં સુધી નાળિયેર પાકી જાય ત્યાં સુધી ધીમી આંચ પર પકવાં દેવું, ડ્રાયફ્રૂટને કાપીને તેમ ઉમેરી અને મિક્સ કરવું એલચી ઉમેરી ને આ ખીરને થોડી થિક થવા દેવી અને થિક થયા પછી તેમ ખાંડ ઉમેરી અને મિક્સ થવા દેવું આ રીતે તૈયાર કરીને પ્રસાદમાં અર્પણ કરી શકો છો ઘરે જ બનાવેલી નાળિયેરની ખીર.